Archive for the ‘Other’ Category

MAN.

Advertisements

વર્ષા…

Posted: May 25, 2012 in Other

Very Good 🙂

મારી લાગણીઓ નું વૃક્ષ....

વર્ષારાણી ભલે ને તું મન મૂકી ને વર્ષી ,
પણ ભીંજવી ના શકી મુજ અંતર મન ને ,

હેલી ગઈ તારી કોરી મારા પરથી ,
લે રહી ગઈ ફરીથી હું કોરી 🙂
ઓં વર્ષા ભલે તું મન મુકીને વર્ષી .

નાકામ રહી આ વખતે પણ તારી કોશીશ …..
મુજ અંતર મન ભીન્જવવાની ,
કર કૈક નવું , વરસ કૈક નવી રીતે કે
ભીંજાઈ મુજ અંતરમન …………
હું આતુર છુ તરબોળ થવા તારા માં ઓ વર્ષારાણી ……

– કૃતિ રાવલ ૨૪/૫/૨૦૧૨

View original post

પન્યાંસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબ .” જીવદયા વિષે પ્રવચન “….જુઓ પૂજ્ય ગુરુમાં ને પ્રત્યક્ષ ………..

No Ambition….No Expectation….No Worry….
Pujya Panyas Shri Chandrashekhar Vijayji Maharaj Last Pravchan..on….”JIVDAYA”…. AT MUMBAI….

આપણો દેશ આ ચાર વસ્તુ પર ટક્યો છે.
જળ,જમીન,જંગલ અને જનાવર…

પણ આ ચારે ચાર વસ્તુને જે આપણો સ્તંભ હતો તેને આપણે જ તોડી રહ્યા છીએ,
નદીઓ ઉપર બંધ બાંધીને હજારો લોકોને તરસ્યા કર્યા,
… આજે એક તૃતીયૌંસ(૧/૩) ગામડાઓને પાણી નથી મળતું લોકો તરસને કારણે મારે છે.
જમીન ને ફર્ટીલાઈઝર નાખી નાખીને કસ વગરની બનાવી નાખી…
વિશ્વનું સૌથી બેસ્ટ ફર્ટીલાઈઝર જો કોઈ હોય તો એ છે છાણ,તમામ પશુઓના મળ મુત્ર…
જંગલો ને કાપી નાખ્યા વિકાસના નામે…અને આખી વન સૃષ્ટિ નાશ કરી નાખી…
બિચારા આદિવાસી લોકો નું જીવન પણ બરબાદ કરી નાખ્યું…એમને મજબુર થઈને શહેર તરફ આવવું પડ્યું…
અને હવે આદિવાસીને બચાવો તેમને પણ હક આપોના ખોટા ધતીંગો કરો છો…
અને છેલ્લે જનાવરો જે આપણો પ્રાણ છે,તેને આપણા જ સ્વાર્થ માટે કતલો કરીને એક્ષપોર્ટ કરવામાં આવ્યું…
રોજના હજારો પશુઓની કતલો થાય છે , અને આ પશુઓની કતલ છેલ્લે ભારતમાતાની પણ કતલ કરી નાખશે…
માટે જ જો આ ચાર વસ્તુને બરાબર સાચવવામાં ન આવ્યા તો દેશ બરબાદ……. પૂજ્ય ગુરુમાં…….. તથા પૂજ્ય હંસબોધી મહારાજ સાહેબ ….. ને કોટી કોટી વંદન …..

Posted: April 2, 2012 in Other

Superb ….. The Great Mirza GALIB

sneha patel - akshitarak

‘ગાલિબ’નો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ.

‘હુઇ મુદ્દત કે ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ,

વો હર એક બાત પે કહના, જો યૂં હોતા તો ક્યા હોતા’.

ગાલિબ તો ગાલિબ જ હતા. એમના આ શેર સાથે કોણ અસંમત થઈ શકે..? સદીઓથી એ પોતાની રચનાઓના કારણે લોકોને યાદ છે અને રહેશે.

ઈ. સ.૧૭૯૭ના ડિસેમ્બર માસની, સત્તાવીસમી તારીખે આગરામાં જન્મેલા- ‘મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન’ ઉર્ફ ‘મિર્ઝા ગાલિબ’ની ગઝલો- પર્શિયન અને મુખ્યત્વે ઉર્દૂ ગઝલોના રચનાત્મક ક્ષેત્રમાં એક આગવું આદરણીય સ્થાન ધરાવે છે. ઉર્દૂ-ફ઼ારસી ભાષાના મહાનતમ અને સૌથી વધુ પ્રચલિત શાયરો, રચનાકારોમાં તેમનું નામ મુખ્ય છે.

પિતા અને કાકાના મૃત્યુ પછી એમનું પાલન પોષણ નૈનિહાલમાં (મોસાળમાં) થયું હતું. એમના શિક્ષણ વિશે તો બહુ માહિતી નથી. પણ એમની ગઝલોમાં જ્ઞાનની ઊંડી ગહન વાતો જે રીતે ભરેલી પડી છે, એ જોતા એમ લાગે કે એમને સારું એવું શાસ્ત્ર અને વિદ્યાઓનું શિક્ષણ પ્રાપ્ત હશે. ઈરાનના એક મોટા વિદ્વાન ’અબ્દુલ સમદ’ પાસેથી તેઓ ફારસી ભાષા શીખ્યા…

View original post 1,997 more words

લગ્ન પર કટાક્ષ

Posted: March 29, 2012 in Other

લગ્ન પર કટાક્ષ :

***********

– લગ્ન એક એડવેન્ચર સમાન છે. એવું લાગે કે જાણે તમે કોઇ યુદ્ધમાં જઇ રહ્યાં છો.

– લગ્ન રાત્રે આવતા ફોન કોલ સમાન છે. રીંગ વાગેને તમારી ઉંઘ ઉડી જાય.

– પ્રેમ આંઘળો છે જ્યારે લગ્ન આંખો ઉઘાડે છે.

– જે માણસના લગ્નને બે વર્ષ થઇ ગયાં હોય તે આંતકવાદીથી નથી ડરતો.

– એ માણસ ત્યાં સુધી અધુરો છે જ્યાં સુધી તેના લગ્ન ન થાય. એક વાર લગ્ન થઇ જાય ત્યાર બાદ તે ‘પતિ’ જાય છે.

– લગ્ન એક એવું યુદ્ધ છે જેમાં તમે તમારા દુશ્મન સાથે ઉંઘો છો.

– લગ્ન એક ત્રણ રીંગનું સરકસ છે. એન્ગેજમેન્ટ રીંગ, વેડીંગ રીંગ અને સફરીંગ

– લગ્ન એક શ્રેષ્ઠ ઇન્સ્ટીટ્યૂટ છે પરંતુ કોણ આ ઇન્સ્ટીટ્યૂટમાં રહેવા ઇચ્છે છે

– લગ્ન એ કોઇ વર્ડ નથી પણ સેન્ટેન્સ છે(લાઇફ સેન્ટેન્સ)

– લગ્ન એ પ્રેમ છે અને પ્રેમ અંધ છે. તેથી લગ્નએ અંધ લોકો માટેની ઇન્સ્ટીટ્યૂટ છે.

– લગ્ન એક એવી ઇન્સ્ટીટ્યૂટ છે જ્યાં પુરુષ પોતાની બેચલર ડીગ્રી ગુમાવે છે અને મહિલા માસ્ટર્સની ડીગ્રી મેળવે છે.

– પ્રેમ એક લાંબુ મીઠું સ્વપ્ન છે અને લગ્નએ અલાર્મ ક્લોક છે.

– જ્યારે નવપરીણિત પુરુષ ખૂશ હોય તો આપણને ખબર હોય કે શા માટે પણ લગ્નના 10 વર્ષ પછી પણ તે ખુશ હોય ત્યારે શંકા ઉદભવે છે.

– જ્યારે પુરુષ પોતાની પત્ની માટે કારનો દરવાજો ખોલે ત્યારે સમજવું કે કાં તો તેની કાર નવી છે અથવા તો તેના નવા-નવા લગ્ન થયાં છે.

Warren Buffet (HD)

Posted: March 22, 2012 in Other

Warren Buffet Golden Rules of LIFE Must See

 

દીકરી હૈયા કેરો હાર, ખીલતી ખુશીઓનો ગુલાલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
પાડતી કુમ કુમ કેરા પગલા, એ તો આંગણ કેરી વેલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
આંગળી પકડતી, પિતાના પ્યારથી આંસુડા પોછતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
લક્ષ્મી બની આવી, લાવી એ તો હેતભરીને વહાલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
ત્રણકુળ તારતી, મનમાં એ તો અભિમાન ના લાવતી
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
કંકુ કેરા થાપા કરતી, આંસુભરી વસમી વિદાય એ તો લેતી
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
મા-બાપના દુ:ખ દેખી ના શકે, એ તો દોટ મૂકીને આવતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
પિયરમાં પ્રિત કેરો ટહુકો, સાસરમાં સૌને એ તો ગમતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
દીકરી દેવોભવ, દીકરી સૌની વ્હાલ ભરેલો દરિયો,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં…
એક ભવમાં અનેક રૂપ ધારણ કરતી, એ તો ત્રણકુળ તારતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં………

Thanks A Lot

(Atulbhai Shah)