મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો

Posted: February 23, 2012 in Other

મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો 

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છોને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કો ની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકો ની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્ની ને પારખતાં ન આવડી
છો ને ઘટઘટ ના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

તમથી યે પહેલા અશોકવન માં
સીતાજી એ રાવણ ને હરાવ્યો
દૈત્યો ના બીચ મા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તે મા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

Advertisements
Comments
  1. jinaljmehta says:

    Great SONG Ever By Asha bhosle

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s