દેખતા દીકરા નો જવા

Posted: February 23, 2012 in Other

દેખતા દીકરા નો જવાબ -ઇંદુલાલગાંધી

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તેદિ’થી આ હોટલને ગણી, મા ડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી !થાય ભેળો જેદિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાં મા, એને, આવી અમીરી ની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખા તો ખારા દાળિયા સોંઘા.

દવા દારૂ આંહી આ વેન ઢૂંકડા, એ વી છે કારમી વેઠ,
રાતને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જાર ને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈ નો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબા માં તારે શી ખોટ ?
મુંબઈ ની મેડીયું મોટી, પાયા માંથી સાવછે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’ર ના કરતાગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળી એ આવવું મારે.

કાગળ નું તારે કામ શું માડી !વાવડ સાચા જાણ,
તારા અંધાપા ની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

શ્રી ઈંદુલાલ ગાંધીના આંધળી માનો કાગળના જવાબ રૂપે શ્રી મોહનલાલ નાથાલાલની રચના:

હરખે   હીંચતું   હૈયું  જેનું,    પાદર જેવડું પત,
ગોવિંદભાઈના ગાંડિયા આગળ ગગુ લખાવતો ખત,
માડી એની ગોમટા ગામે, મટુબાઈ માકોર નામે.

મેડિયું મોટી ને મોટરું દોડે, મુંબઈ મોટું ગામ,
રખડી રખડીને થાક્યો માડી, તંયે માંડ મળ્યું છે કામ,
લાગે સૌને શે’ર મજાનાં ઈથી તો ગામડાં સારાં.

હોટલમાં માડી નોકરી કરું, વેચું છુ રોજ ચાઈ,
પેટ પૂરતું માંડ ખાવાનું મળે, બચે નહીં એક પાઈ,
નાણાં તું મંગાવે ત્યાંથી, પૈસા તુંને મોકલું ક્યાંથી?

હોટલમાં હું ખાઉં છું માડી, હોટલમાંહી જ વાસ,
ખાવાનું પૂરું ના જડે તે દિ’, પીઉં છું એકલી છાશ,
પેટે હું થીંગડા દઉં, વાત મારી કોને કહું?

કાગળ તારો વાંચીને માડી, છાનોમાનો હું રોઉં,
થાક્યોપાક્યો નીંદરમાં હું, તારાં સ્વપ્નાં જોઉં,
આંહુ મારાં કોણ જુવે, માડી વિણ કોણ લૂવે?

સમાચાર સાંભળી તારા, મન મારું બઉ મૂંઝાય,
રાખ્યો પ્રભુએ નિર્ધન મુને, એને કેમ કરી પુગાય?
દશા તારી એવી મારી, કરમની ગત છે ન્યારી !

રેલ-ભાડાના પૈસા નથી ને કેની પાંહે હું જાઉં ?
વગર ટિકીટે માવડી મારી, તારાં દરસને ધાઉં !
માડી મારી વાટડી જોજે, આંહુ માતા ઉરના ધોજે.

લિખિતંગ તારા ગગુડાના, વાંચજે ઝાઝા પરણામ,
છેવટે તુંને મળવા કાજે, આવું છું તારે ધામ,
મા-દીકરો ભેળાં થાહું, સાથે મળીને સરગે જાહું.        

                                –મોહનલાલ નાથાલાલ 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s