જાગ ને જાદવા

Posted: February 23, 2012 in Other

જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેન માં કોણ જાશે ?
ત્રણ સેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીં તણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળીનાગ નાથિયો
ભૂમિ નો ભારતે કોણ વહેશે ? … જાગને

જમુના ને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s